Translate

Monday, 13 July 2015

બા અને બાપુજી ***મહેન્દ્ર જોશી

બા, ચૂલો તાવડી અને ભાખરી હતી
બાપુજી , ચંપલ થેલી અને બંડીનું  ખિસ્સું
બા, ફૂંકણી દાઝેલી આંગળી અને સોય દોરો
બાપુજી, પાટી પેન પોતું અને પાડા (આંક)


આ હતો બા-બાપુજીનો બચ્ચરવાળ    ઘરસંસાર
અમને લાગતું કે ભાડુતી ઘરમાં
બા નો ખોળો છુપાઈ જવાની જગા છે
અને બાપુજીનો ખભ્ભો રમતનું મેદાન

ખબર નાં પડી ક્યારે મોટા થઇ થાળે પડી ગયા
બા-બાપુજી ફોટો થઇ રહી ગયા
અમારા સહુના ઘરના ઘરમાં

ક્યારેક ધર્મસંકટ આવે ત્યારે
ફરી અમે એ દિવસ નામના
ઘરમાં જઈએ છીએ
જ્યાં બા રસોડું હતી
અને બાપુજી
અમારી નિશાળ .......

*** on fathers day ******
******21-06-15 

Saturday, 11 October 2014

કપાસના ફૂલ ***હિન્દી કવિ કેદારનાથ સિંહ ***ગુજ.ભાવાનુવાદ ***મહેન્દ્ર જોશી 

કપાસના ફૂલ 
જે દેવતાઓને પસંદ નથી 
તે આશ્ચર્ય નથી 
આશ્ચર્ય તો તે છે કે કવિઓ પણ કવિતા લખતા નથી 
કપાસના ફૂલ પર ....
પ્રેમીઓ ભેટ ધરતા નથી એકબીજાને 

જયારે તે 
નગ્ન હોવામાંથી બચાવે છે સહુને 
ઈશ્વરને તો ઠંડી લગતી નથી 
તેને માટે નગ્ન હોવું પણ સ્વાભાવિક છે 
એટલું જ દિવ્ય 

એટલે એ નક્કી કે ઠંડી  વિરુદ્ધ 
મનુષ્યે શોધી કાઢ્યું 
પૃથ્વી પરનું કપાસનું પહેલું ફૂલ 

પણ ક્યારે તેણે પહેલવહેલું 'ઝીન્ગોલા' પહેર્યું 
ક્યારે તેણે પહેલી સોયથી પહેલો ટાંકો લીધો 
એ ભૂલી ગઈ છે આપણી ભાષા 

જેમ કે આપણે ખમીસ પહેરીને 
ભૂલી જઈએ છીએ આપણા દરજીનું નામ 
ક્યારેય વિચાર્યું છે આપણું ખમીસ ક્યાં ખેતરમાં ખીલ્યું 
એક કપાસનું ફૂલ થઈને      

જેણે પહેરી રાખ્યું છે તે કૃપા કરીને એક વાર વિચારી લો 
કે આખી આ વાર્તામાં સુતરથી સોય સુધી બધું છે 
પણ તે ક્યાં ગયું જે 
આ વાર્તાનું શીર્ષક હતું .......

****************

Saturday, 19 July 2014

જાત સાથે .....વાત***મહેન્દ્ર જોશી

હવે રોજ રવિવાર છે .પણ ...એ રવિવાર મારો જયારે હું જાત સાથે સંવાદ આરંભ કરું ....અને પ્રામાણીકતા થી કરું..સારા અને સાચા માટે નહી, કોઈને માટે પણ નહી..માત્ર મારો મારી સાથે જે હું પળ પ્રતિ પળ મને અને વિશ્વને અનુભવું છું તે વ્યક્ત કરવા માટે જ... .એક જ મુદ્દા ઉપર..
.....જે ઝડપથી જીવન  પરિવર્તન પામી રહ્યું છે તે વધુ ને વધુ સરળ થવાને બદલે જટિલ થઇ રહેલું અનુભવાય છે .ખાન  -પાન ,રહેણીકરણી .આધુનિક ભૌતિક સુવિધા,પારસ્પરિક વ્યવહારો અને સંબંધો વગેરે ઘણી બાબતોથી પ્રભાવિત થઇ રહ્યું છે તે આપણને ક્યાં માર્ગે લઇ જશે તે વિષે વિચારીએ તો પણ
સામુહિક કે વ્યક્તિગત  રીતે   તેને આવકારીએ કે અટકાવી શકીએ નહી એવું લાગે છે .ઉત્થાન થશે કે પતન તે પણ નિશ્ચિત રીતે કહી શકી નહી.આધુનિક ટેકનોલોજી એ આપણને ખુલ્લા પાડી દીધા છે .મને પ્રશ્નો જેમ ઉદ્ભવે છે તેમ નિરાકરણ પણ છે જ...તે માત્ર મારા માટે ..

૧...બાહ્ય વિકાસ થયો પણ આંતરિક થયો ખરો? વોટસેપ પર હું  એક પુખ્ત ઉમરની શૈક્ષણિક ડીગ્રીધારી  વ્યક્તિ સુવિચાર મુકુ સુપ્રભાત કહું ,કે ચાનો કપ અનેગરમ નાસ્તાની ડીશ મુકુ  ..ખરેખર અન્યને પ્રભાવિત કરવા મુકુ છું કે  અન્ય હેતુથી...આ આભાસી ચિત્ર છે કે વાસ્તવિક ?હું   ઘરમાં અને ઘર બહાર પણ તે રીતે વર્તું તો મારો   આંતરિક વિકાસ થયોકહેવાય નહી   ? બંને વચ્ચે વિરોધાભાસ છે.તો ટેકનોલોજીનો વિકાસ થયો જ ન કહેવાય તેવું હું માનતો થયો છું ..જે સુવિચાર મુકુ   તે મારા  જીવનમાં  નથી...તો આ દેખાવ ઉત્થાન કરે કે પતન ? હા માણસ તરીકે આપણે અપૂર્ણ ખરા તો દેખાવ કરીને જાત સામે વધુ હલકો  શા માટે પડુ? કા તો તે પ્રકારનું કૃત્રિમ વર્તન બંધ કરુ કે થોડો પ્રેમભર્યો વ્યવહાર લાવી મારું વર્તન સુધારું   જાત સાથે વધુ  પ્રામાણિક રહું ...જો આ બધી રમત હોય તો રમી લેવું.....જાત સાથે લેવા દેવા  નથી તેમ કહી દેવું....
ટૂંકમાં કહી દઉં...જે પોતા માટે નહી પણ બીજાને ઈમ્પ્રેસ કરવા જીવનનો વ્યય કરે છે તે ડીપ્રેસ થશે જ ...
જે દિલમાં હોય તેવા જ રહીએ....અસત્ય,સંકુચિતતા ,દેખાવ અને દંભમાંથી  અસલ આપણું જીવન જે કુદરતે આપ્યું છે તે જીવીએ આનંદમય .કોઈની પાસે ખોટા પાડવા કરતાં જાત સાથે .....



***************************************************************