Translate

Monday, 11 February 2013

અંતમાં

અંતમાં **સર્વેશ્વરદયાલ સક્સેના **હિન્દી કાવ્ય અનુવાદ **મહેન્દ્ર જોષી

હવે હુ કશું જ કહેવા માગતો નથી
સાંભળવા  ઈચ્છું છું
એક સમર્થ સાચો અવાજ
જો ક્યાય હોય તો

નહિ તો આ પૂર્વેનું
મારું દરેક કથન
દરેક મંથન
દરેક  અભિવ્યક્તિ
શૂન્યમાં ટકરાઈને ભલે પાછી વળે
 અનંત મૌનમાં સમાઈ જવા ઈચ્છું છું
જે મૃત્યુ છે
'તે કશું કહ્યા વગર મરી  ગયો '
એ વધુ ગૌરવશાળી છે
એ કહેવા કરતા
'તે મરતા પહેલાં કશુંક કહેતો હતો
જે કોઈએ સાંભળ્યું નહિ '
***************************

1 comment:

  1. ખરેખર એટલે જ તો આપણે સાચો અવાજ સાંભળીએ તો એ સાચો છે એવું કહેવાનું છૂકી ના જવાય !!

    ReplyDelete