Translate

Saturday 28 January 2012

NAM****KONKANI KAVY**VENIMADHAV BORKAR*TRANS.mahendra joshi

નામ ***વેણીમાધવ બોરકર **ગુજ.અનુવાદ *મહેન્દ્ર જોશી
હજારો નજરોથી બચી
આપણે મળ્યા એકમેકમાં
સમયવિહીન .
વૃક્ષની શીળી છાય તળે
તારો હાથ ,મારા હાથમાં .
મારી આંગળીઓ સ્પર્શી ગઈ
તારી મખમલી હથેળીની
ઉપસેલી મહેંદીની ભાત ઉપર ..

બોરસલ્લી જેવી મહેકતી ક્ષણો
મારા હૃદયમાં
વિખરાઈ ગઈ

એ ક્ષણોની માળા પરોવીને
લખું છું મારું નામ

તારા નામની આગળ
કાળના રેતપટઉપર ......