Translate

Friday 21 March 2014

સાચો કવિ કોણ?....થોડી ઝલક

મહેન્દ્ર જોશી
न मानुषात ही श्रेष्टतरम किन्चित.....મનુષ્યથી શ્રેષ્ઠતર કોઈ  જ નથી .એમ ઉપનિષદમાં કહેવાયું છે .આ મનુષ્ય એટલે શરીરમાં આવૃત્ મનુષ્ય , નહીકે પેલો સ્નાયુંબળનો બાહુબળનો મનુષ્ય , પશુબળનો  મનુષ્ય .ઐતિહાસિક અને ઉત્ક્રાન્તીથી પ્રભાવિત મનુષ્ય! જાગીરદારી અને સત્તા સંપતિનો મનુષ્ય ,,,આ કશા મનુષ્ય વિસાતમાં નથી ,,તેઓ ક્ષણજીવી છે ...સાચો  મનુષ્ય તે અમાપ અનંત આત્મિક શક્તિ ધરાવતો મનુષ્ય ...જે વિશ્વ નિયંતા ના નિર્હેતુક આયોજનને પામી શકે ,તે ય પોતાની આત્મશક્તિ દ્વારા .આ મનુષ્યમાં સજક- કવિ -કલાકાર -વૈજ્ઞાનિક -તત્વજ્ઞ નો ઉદ્ભવ  શક્ય છે.પણ નિર્મળ આત્મા હોવો તે પ્રથમ શરત છે ,નહી તો તે માત્ર યાંત્રિક કવિ -સર્જક -કલાકાર -અને તત્વજ્ઞ છે !તે કેવળ શુષ્ક શબ્દ -રંગ -તર્ક નો કારીગર છે ,કૌશલ્ય ખરું પણ આત્માનું ઓજસ નહી !જેમાં ઓજસ નથી મનુષ્યનું ઉચ્ચ શિખર નથી તે કવિ-સર્જક -કલાકાર -તત્વજ્ઞ હોવા છતાં કશું જ નથી..અને પોતે એવું માનતો હોય તો જૂઠનો પણ કારીગર છે !

     કવિવર રવીન્દ્રનાથ આ જ સંદર્ભમાં કહે છે : મારા પરિચયમાં હું કવિ છું એ સિવાય બીજું કશું કહેવાનું નથી.જેઓ શુભ્ર નિરંજનના દૂત છે તેઓ પૃથ્વીનું પાપક્શાલન કરે ,મનુષ્યને નિર્મળ નિરામય કલ્યાન્વ્રતને પ્રવર્તિત કરે તેઓ મારે મન પૂજ્ય છે .હું તો નીચલું  સ્થાન લઈને જ જન્મ્યો છું.પ્રમુખના સ્થાને બેસવાના કર્તવ્યમાંથી મને ઉસ્તાદે મુક્તિ આપી છે .આ ધૂળ  ,માટી ઘાસ ,ને વનસ્પતિ ,ઔષધી  -એ બધાં વચ્ચે હું મારું હૃદય બિછાવી જાઉં છું .જેઓએ માટીમાં જ વિહ્રામ લીધો છે તે સૌનો હું મિત્ર છું .હું કવિ છું .

    કેવી નમ્રતા ! આત્મરતિ નું નામોનિશાન નહી !પ્રથમ સાચા મનુષ્યમાં કવિ અવતરે છે પછી જ કવિમાં નિર્મળ હૃદયના કવિમાં અખિલ મનુષ્ય જન્મે છે જે સર્વ રાગ દ્વેષ થી પર આત્મિક ઉર્જાનો સ્વામી છે તે જ સાચો  કવિ!

મહેન્દ્ર જોશી